આઈશ્રી સોનલ વિસામો – આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ

આઈશ્રી સોનલ વિસામો – આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ
આજરોજ ગાંધીધામ-કચ્છ ખાતે ચારણ(ગઢવી) સમાજની સેવામાં આઈશ્રી સોનલ વિસામો તેમજ  આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટનો આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ) તથા સમાજના આગેવાનોના વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવેલ.
સ્ટલિંગ હોસ્પિટલ, ગાંધીધામ ખાતે સારવાર માટે આવતા જ્ઞાતિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ યુ.પી.એસ.સી તથા જી.પી.એસ.સી વિગેરે પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સમાજના વિધાર્થીઓ તેમજ સારવાર માટે આવતા બંધુઓ આ સેવાનો વધુમા વધુ લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.
કાર્યક્રમ ની શરૂઆત  મહિદાનભાઈ ગઢવી એ “હે ચારણી સુખકારિણી..” પ્રાર્થના થી કરી હતી.

સરનામુંઆઈશ્રી સોનલ વિસામો – આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટપ્લોટ નં-201, વોર્ડ-10 એ, ટેનામેન્ટ-6, સ્ટલિંગ હોસ્પિટલની બાજુમાં, ગાંધીધામ કચ્છ
સંપર્કરાજભા નારાણભાઈ ગઢવી મો. 9879714352મોમાયાભા પરબતભાઈ ગઢવી મો. 9825368177

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *