AAI SHREE DEVAL MAA KARNI YATRA

આઈશ્રી દેવલ માં દ્રારા આઈશ્રી કરણીજી પંચ દિવસીય યાત્રાનો અહેવાલ

કરણીનાં કાને જશે, અંતર તણો અવાજ ; 

તો જવા નહીં દે જોગણી, લાખે વાતે લાજ


તા. 25-08-2021 ના રોજ આઈશ્રી દેવલ માં આશ્રમ, બલિયાવડ (ગીરનાર) થી પાંચ દિવસીય કરણી યાત્રાનો પ્રારંભ માં ભગવતીની પૂજા અર્ચના કરી કરણીજીના રથ સાથે આઈશ્રી દેવલ માં  બહોળી સંખ્યામાં ભકતો સાથે રાજસ્થાનના ધાર્મિક સ્થળો ભાદ્રેશ (ચારણ મહાત્મા ઈસરદાસજી), તેમડેરાય (આઈશ્રી આવડ માં),  ભાદરિયારાય (આઈશ્રી આવડ માં), ગડિયાલાધામ (આઈશ્રી કરણી માં), દેશનોક (આઈશ્રી કરણી માં) યાત્રા કરવા માટે બલિયાડ(જૂનાગઢ)થી શરૂ કરવામાં આવેલ. ચોરડી, ગોંડલ, શાપર, રાજકોટ,રફાળેશ્વર(મોરબી),સામખીયાળી,/સુઈગામ  સુહાગી (રાજસ્થાન) 
તા.26-08-2021 ના રોજ છાત્રાલય સુહાગી ખાતે વહેલી સવારે સાથે આવેલ ભુદેવો દ્રારા મંત્રોચ્ચાર થી માં ભગવતી પૂજા કરી સંઘ આગળ સાતા, ચોહટન, બાળમેર,ભાદ્રેશ,સુરા, દુદાબેરી, બાલેવા, હરસાણી,જાણકલી,સાંગળ,કોડા, સુમલીઆઈ, તેમડેરાય 
તા.27-08-2021 ના રોજ વહેલી સવારે આઈ માં દ્રારા આરતી કરવામાં આવેલ. ત્યારબાદ જેસલમેર,ભાદરિયારાય (આઈશ્રી આવડ માં), ગડિયાલાધામ (આઈશ્રી કરણી માં) બિકાનેર, દેશનોક
તા.28-08-2021ના રોજ વહેલી સવારે આઈશ્રી કરણીજી માંની આઈ માં દ્રારા પૂજા અર્ચના કરવામાં આવેલ.  ત્યારબાદ સંઘ આગળ વધેલ. નોખા, નાગોર, જોધપુર, બાસની જવા રવાના થયેલ. બાસની પહોંચેલ ત્યારે સી.ડી. દેવલ (અધ્યક્ષશ્રી, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા) દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. મંદિરે દર્શન કરી, પ્રસાદ લેવામાં આવેલ. આઈશ્રી દેવલ માં દ્રારા સુજાવ આપવામાં આવ્યો કે ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે દિલ્હીમાં શૈક્ષણીક સંકુલની ખાસ જરૂર છે. ત્યારે સી.ડી. દેવલ સાહેબે આઈ માંના આ સુજાવને સ્વીકાર કરીને દિલ્હી ખાતે શૈક્ષણિક સંકુલ વહેલી તકે તૈયાર થાય એ માટે હિંગલાજદાનજી નાંદીયા,અધ્યક્ષશ્રી અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવાને સોંપેલ. આ અવસરે દિલ્હી ખાતે UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કોચિંગ કલાસ બનાવવા માટે રૂ. 1 લાખ શ્રી જીતુભાઈ ગઢવી (આઈ માંના ભાઈ)- અધ્યક્ષ ABCG,જૂનાગઢ, રૂ. 1 લાખ શ્રી મોમાયાભાઈ ગઢવી (આદિપુર)- મહામંત્રી અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા, રૂ. 1 લાખ શ્રી રોહિત દેવલ તથા રૂ. 1 લાખ શ્રી કૈલાશ દેવલ દ્રારા આર્થિક યોગદાનની જાહેરાત કરવામાં આવેલ. ત્યારબાદ પાલી, શિરોહી, પાલનપુર જવા રવાના થયા. રાત્રે 10-00 વાગ્યે કૃષ્ણ મોહન છાત્રાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આઈ મા મંચ પરથી ઉપસ્થિતિ લોકોને દર્શન આપેલ. ત્યારબાદ પ્રસાદ લઈ યાત્રા પૂર્ણ કરવામાં આવી. અને આઈશ્રી દેવલ માં આજે વહેલી સવારે બલિયાવડ ખાતે પહોંચેલ ત્યારે કળશધારી બાલિકો દ્રારા સામૈયું કરવામાં આવેલ.
▶️ દરેક જગ્યાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્રારા ઢોલ, નગારા, કળશધારી બાલિકાઓ, પુષ્પવર્ષા કરી ભવ્ય સામૈયું, સ્વાગત કરવામાં આવેલ. 
▶️ દરેક જગ્યાએ આઈશ્રી દેવલ માં આર્શિવચન માં બોલ્યા કે, માં ભગવતીનું સ્મરણ શકિત રૂપ માં ન કરો પણ માં અને પુત્રના સબંધ રુપમાં આરાધના કરવી જોઈએ. ચારણ સમાજ એ સર્વે સમાજનો માર્ગદર્શક છે. દરરોજ એક પુણ્ય કાર્ય અવશ્ય કરવું. માંસાહાર, વ્યસનોનું ત્યાગ કરી સંગઠિત સમાજ બની સમાજ ઉપયોગી કાર્ય કરવા જોઈએ. 
▶️ દરેક જગ્યાએ બહુ જ સુંદર વ્યવસ્થા સ્થાનિક આગેવાનો દ્રારા કરવામાં આવેલ.
આ સમગ્ર યાત્રામા આઈશ્રી દેવલ માં સાથે 150 થી વધારે આઈમાં ના ભક્તો સાથે રહેલ. આ યાત્રાના રુટમા આવતા તમામ સ્થળોએ બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ વ્યવસ્થા કરનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર.
આ યાત્રા સફળ બનાવવા મોમાયાભાઈ ગઢવી (આદિપુર), અશોકભાઈ ગઢવી (તંત્રીશ્રી, સૌરાષ્ટ્રક્રાંતિ), હિંગલાજદાન જી નાંદિયા (અધ્યક્ષશ્રી, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા), જીતુભાઈ ગઢવી (આઈ માંના ભાઈ) સહિત સમગ્ર ટીમ અને આઈમાંના ભક્તો દ્રારા જહેમત ઉઠાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *